પાથરડા ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી

સોનગઢ તાલુકાના પાથરડા વિસ્તારમાં દરરોજ પાલતું મરઘા, કુતરાનો શિકાર કરતા દીપડાને લઈને સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી હતી. શિકારની શોધમાં રહેતા વન્યપ્રાણી દ્વારા કોઈ નાગરીક ઉપર હુમલો ન થાય તે અંગે ગ્રામજનોમાં ભયનો માહોલ રહેતો હતો.ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરાની ગોઠવણ કરવામાં આવી હતી. મારણની લાલચમાં પાંજરામાં આવેલ દીપડો પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે, જે દીપડાનો વન વિભાગે કબ્જો લઈ જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાઈલ ફોટો
error: Content is protected !!