Vyara : અજાણ્યા વાહન અડફેટે બુલેટ ચાલકને ઈજા

વ્યારાના ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી માંડવી તરફ જતાં રોડ ઉપર અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા બુલેટ ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપસા હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારાના સાદણવાણ ગામના દુકાન ફળિયામાં રહેતા કિરીટભાઈ અરવિંદભાઈ ગામીત (ઉ.વ.૪૧)નાઓ ગત તારીખ ૧૬-૦૨-૨૦૫ નારોજ સાંજના સમયે ઈન્દુ ગામે જય અંબે હાઈસ્કુલમાં એનવેલ ફકન્સ્નમાં પોતાની રોયલ ઈનફિલ્ડ બુલેટ નંબર જીજે-૦૬-એમઆર-૪૦૬૭ને લઈ નીકળ્યા હતા. તે સમયે ચીખલીવાવ ગામની સીમમાંથી પસાર થતા વ્યારાથી માંડવી તરફ જતાં રોડ ઉપર આવતાં કોઈ અજાણ્યા ફોર વ્હીલ વાહનના ચાલકે બુલેટ ચાલક કિરીટભાઈને આગળના ભાગેથી ટક્કર મારી રોડ ઉપર પાડી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માત કિરીટભાઈને જમણા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે રૂઝલકુમાર કિરીટભાઈ ગામીત નાએ તારીખ ૧૭-૦૨-૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!