કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણ મુદ્દે શું કહ્યું રાહુલ ગાંધીએ…?

અમદાવાદ : અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે થયેલા ઘર્ષણને લઇને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ભાજપ સરકારને ગુજરાતની જનતા પાઠ ભણાવશે. બીજી તરફ આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે. દિલ્હી હાઈકમાન્ડનું પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં ગુજરાત આવશે અને આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમો પણ અપાશે. સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા “હિંદુ” અંગેની ટિપ્પણીને લઈ ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, બજરંગ દળના સભ્યો દ્વારા કોંગ્રેસ ઓફિસ બહાર ભારે વિરોધ દાખવવામાં આવ્યો હતો. ગઈકાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બંને પક્ષના કાર્યકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો પણ કર્યો હતો. આ મામલે હવે કુલ 2 પોલીસ ફરિયાદ થઈ છે.

error: Content is protected !!