મોરબીના પેટ્રોલ પંપ ધંધાર્થીને સપ્તાહિક ન્યૂઝ પેપર અને વેબ પોર્ટલ ચલાવતા ત્રણ ભાઈઓ અને કથિત પત્રકાર દ્વારા પ્રેસ કાર્ડ રીન્યૂ કરવાના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.જોકે પેટ્રોલ પંપના સંચાલકે રૂપિયા આપવાની ના પાડતા તેમના વિરુદ્ધ આરોપીઓ દ્વારા પોલીસ મથકમાં ધાક ધમકી આપવા અંગે અરજી કરાઇ હતી આ અરજી પરત ખેચવા ફરી આરોપીઓ રૂપિયા માગતા અંતે પેટ્રોલ પંપ સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતાં કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા મોરબીમાં ત્રાજપર પાસે પેટ્રોલ પંપ ચલાવતા કૃષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયાના પેટ્રોલ પંપ ઉપર જયદેવ બુધ્ધભટ્ટી નાઓએ આવી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી મોબાઇલ ફોનમા વિડીયો બનાવી લીધેલ હોય અને મયુર બુધ્ધભટ્ટી નાઓએ પેટ્રોલ પંપ ઉપર કૃષિતભાઈને ગાળો બોલી હતી તેમજ રાધેશ બુધ્ધભટ્ટી નાએ અગાઉ પાસેથી પોતાના મીડીયા ગૃપના આઇ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂપીયા-૩,૦૦૦/- મેળવી લીધા.
આરોપી નં-૧ જયદેવભાઇ એ પોલીસમા કરેલ અરજી તથા મોબાઇલમા બનાવેલ વિડીયો ડીલીટ કરવા માટે રાધેશ બુધ્ધભટ્ટી નાઓએ કૃષિત ના પીતાજી તથા પાર્ટનર પાસે અરજી પાછી ખેચી લેવાના અને વિડીયો ડીલીટ કરી નાખવા બાબતે રૂપિયા-૫૦,૦૦૦/- ની માંગણી કરી હતી.
આ અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણેય આરોપોની ધરપકડ કરી આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા પોલીસે કેસમાં વધુ તપાસ માટે રિમાંડની માંગણી કરતા કોર્ટે વધુ બે દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા.