નડગચોંડ બસ સ્ટેશન પાસેથી યુવકનો મોબાઈલ ચોરાયો: સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વઘઇ તાલુકાના નડગચોંડ નાકા પાસે આવેલ બસ સ્ટેશન પરથી એક યુવકનો મોબાઈલ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગે સાપુતારા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્થાનિક પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘોડવહળ ગામના રહેવાસી સુરેશભાઈ સખારામભાઈ ચૌધરી ગત તારીખ 24/04/2026 ના રોજ બપોરના સમયે નડગચોંડ નાકા પર મિત્રો સાથે બેઠા હતા. બપોરે તેઓ પોતાનો POCO C75 (Blue) મોડેલનો મોબાઈલ બસ સ્ટેશનની પાળી પર મૂકીને નજીકમાં શેરડીનો રસ પીવા ગયા હતા. થોડીવાર પછી પરત આવીને જોતા પાળી પર મૂકેલો મોબાઈલ ગાયબ જણાયો હતો.ભોગ બનનાર યુવકે મોબાઈલની આસપાસ તપાસ કરી અને પોતાના નંબર પર ફોન કરતા ફોન એકવાર રિંગ ગયા બાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો. અંતે કોઈ અજાણ્યો શખ્સ મોબાઈલ ચોરી ગયો હોવાનું જણાતા સુરેશભાઈએ E-FIR નોંધાવી હતી. આ ચોરાયેલા મોબાઈલની અંદાજિત કિંમત રૂ. 10 હજાર જણાવવામાં આવી છે. સાપુતારા પોલીસે આ ગુનો તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!