પાણી ના મળે તો અગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના બાળા ગામે મહિલાઓ પાણી માટે રણચંડી બની છે. પાંચ થી સાત હજારની વસ્તી ધરાવતા બાળા ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. સૌની યોજના હેઠળ ગામના તળાવને ભરવાની અનેક રજૂઆતો છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલ્યું. તળાવમાં પુરતુ પાણી ન હોવાને કારણે તેમાં ગંદકી અને લીલના થર જામ્યા છે. માણસો તો ઠીક પશુઓ પણ તળાવનું પાણી પીતા નથી. અવાર નવાર મહિલાઓએ કલેકટર તથા મામલતદારને રજૂઆત કરી. છેવટે પંચાયતની કચેરીમાં તલાટી સામે પાણી આપોના પોકાર સાથે મહિલાઓએ ધરણાં કર્યા હતા. ગામમાં પીવાનાં પાણીની ટાંકી જર્જરિત છે. હાલ તો ગામની મહિલાઓએ પાણી નહિ તો મત નહિ નું સુત્ર અપનાવી અગામી લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

error: Content is protected !!