SURAT : કન્ટેનરના ડ્રાઈવરની સીટની નીચે ચોરખાનું બનાવી સુરતમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ

ગુજરાતમાં દારૂબંધી હોઈ બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે.આવી જ એક તરકીબનો ખુલાસો થયો છે. સુરતમાં દારૂ ઘુસાડવા માટે કન્ટેનરના ડ્રાઈવરની સીટની નીચે ચોરખાનું બનાવાયું હતું, જેને પોલીસે પકડી પાડ્યું છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે. હેરાફેરી માટે આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોર ખાનું તૈયાર કર્યું હતું. જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા હરિયાણા પાસિંગના આ કન્ટેનરમાંથી 1552 બોટલ દારુ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1552 બોટલો મળી આવી હતી. પ્રોહિબિશનના મુદ્દામાલ તથા પાઇલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી હતી. પોલીસે આખું કન્ટેનર ચેક કર્યું હતું પરંતુ પોલીસને કંઈ મળ્યું નહોતું.પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસને ચોક્કસ માહિતી હતી. જેના કારણે પોલીસે બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાઈ શકે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આખરે કન્ટેનરમાં ડ્રાઇવરના ઉપર ભાગે ચોરખાનું મળી આવ્યું  હતું.

તાપી પોલીસની મોટી સફળતા: વાલોડના ૨૫ વર્ષ જૂના ડબલ મર્ડર અને ધાડનો મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો, આરોપીએ ડ્રાઈવરની લાશને વાલોડ હદમાં અને ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી માંડવી હદમાં ફેંકી દીધી હતી

error: Content is protected !!