ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ગબડ્યો છે. ઠંડીને લઈ યાત્રાધામ શામળાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠંડીની મોસમને પગલે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થશે. મંદિર રાત્રે ૮.૩૦ વાગ્યાને બદલે ૮ વાગ્યે બંધ થશે. શનિવારથી જ મંદિરના દર્શનમાં આ ફેરફાર થશે, એમ ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ મુજબ મંદિર સવારે 6 કલાકે ખુલશે. 6.45 કલાકે મંગળા આરતી. 9.15 કલાકે શણગાર આરતી, સવારે 11.30 કલાકે મંદિર બંધ થશે (રાજભોગ ધરવામાં આવશે). બપોરે 12.15 કલાકે મંદિર ખુલશે (રાજભોગ આતી), 12.30 કલાકે મંદિર બંધ થશે (ઠાકોરજી પોઢી જશે). બપોરે 2.15 કલાકે ઉત્પાદન(મંદિર ખુલશે), સંધ્યા આરતી સાંજે 6.00 કલાકે શયન આરતી રાત્રે 7.45 કલાકે અને મંદિર મંગલ (બંધ) રાત્રે 8.00 કલાકે થશે.