હવે એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો

ગુજરાતમાં નકલી અધિકારીઓ ફરીને લોકોમાં રોફ જમાવતા લોકોને પોલીસે ઘણીવાર ઝડપી લીધા છે. ગુજરાતમાં નકલી પીએસઆઈ, નકલી ડોક્ટર, નકલી અધિકારીઓની પોલીસે અટકાયત કરી છે. જે લોકોને વિશ્વાસ અપાવીને તેમની સાથે છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે આવો જ એક નકલી પોલીસ અધિકારી અમદાવાદમાંથી ઝડપાયો છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં એક નકલી પોલીસ અધિકારીનો પર્દાફાશ કર્યો હતો.નરોડા પોલીસે નકલી પોલીસ અધિકારી મૌલિક ઉર્ફે ટીકો કંસારાની ધરપકડ કરી છે.આરોપી પોતાની જાતને પોલીસ અધિકારી તરીકે ઓળખાવી લોકોમાં રોફ જમાવી રહ્યો હતો. ત્યારે આ નકલી પોલીસ અધિકારી અલગ અલગ ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી પોલીસ મૌલિક ઉર્ફે ટીકો કંસારા પર અગાઉ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.પોલીસે નકલી પોલીસને ઝડપી લઈને તેની ધરપકડ કરી હતી.

અમદાવાદના નરોડા વિસ્તારમાં નકલી પોલીસ બનીને ફરતા મૌલિક કંસારાને નરોડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતે પોલીસ અધિકારી હોય તેમ જણાવી રહ્યો હતો. જે અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને વધુની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!