તાપી પોલીસના આંખે મોતીયું !! વ્યારાના આ આરોપીઓ કરી રહ્યા હતા દારૂ સપ્લાય, સુરત ગ્રામ્ય એલસીબીએ ભાંડો ફોડ્યો

વ્યારા નગર સહીત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને દારૂનાં વેપલા સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક તત્વો હજી પણ તાપી જિલ્લા પોલીસના હાથે ચઢ્યા નથી. સુરત ગ્રામ્ય એલસીબીએ ગતરોજ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ બાલ્દા ગામની સીમમાં સાદડી-કડોદ રસ્તા ઉપર ઈક્કો ફોર વ્હીલ કારમા ભરેલ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ કિ.રૂ.૦૪,૨૭,૬૮૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી દારૂના વેપલા સાથે સંકળાયેલા વ્યારાના આ આરોપીઓનો ભાંડો ફોડ્યો છે.

 

સુરત ગ્રામ્ય એલસીબીને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-05-CN-8357માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને સદર ગાડી બેડકુવા-સાદડી ચોકડી થઇ કડોદ તરફ જનાર છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય, જે આધારે સાદડી થી કડોદ તરફ જતા રોડ ઉપર જઈ આગળ જતા રજવાડ ગામ તરફ જતા રસ્તા ઉપર નાકાબંધી તથા વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી હકિકતવાળી ઈક્કો ફોરવીલ કાર આવતા તેને લાકડીના ઇશારે રોકી સદર ઈકો ફોરવીલ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો,વિદેશીદારૂના જથ્થા સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી રેઇડ દરમ્યાન પકડાયેલ રાજુવન યોગી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગાનવારને તથા ઈક્કો ફોર વ્હીલ ગાડી ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓની વિગત

  1. રાજુવન મોહનવન યોગી ઉ.વ.33 ધંધો.ભંગારનો હાલ રહે-વ્યારા દિપકભાઇ ગામીત નાઓના ભાડાના મકાનમાં, રાજહંસ સીનેમાની બાજુમાં, તા.વ્યારા જિ.તાપી, મૂળ રહે.નાંદવા ગામ, પારડી પંચાયત થાના-દેવગઢ પો.સ્ટ-કુંદવા તા.દેવગઢ જિ. રાજસમંદ (રાજસ્થાન)યશભાઇ જીતુભાઇ હલપતી ઉ.વ.21 ધંધો મજુરી રહે. રેટલાવ તળાવ તા.પારડી જી.વલસાડ
  2. વોન્ટેડ:- ઇકો ગાડીનો ચાલક પ્રવિણ ખટીક રહે.-વ્યારા,શીવ શક્તિ પાર્ક સોસા.ની સામે મુસા રોડ, ગણેશ નગર(ભાડાના મકાનમાં) તા.વ્યારા જિ.તાપી
  3. વોન્ટેડ:-વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર પ્રકાશ ઉર્ફે પકો કાળીયો રહે.ખુશાલપુરા ગામ તા.વ્યારા જિ.તાપી
  1. વોન્ટેડ:- ઇકો ગાડી ભરવા સારૂ મોકલનાર પારસભાઇ યોગી રહે. વ્યારા, શીવ શક્તિ પાર્ક સોસા.ની સામે મુસા રોડ, ગણેશ નગર(ભાડાના મકાનમાં) તા.વ્યારા જિ.તાપી
error: Content is protected !!