સુરત શહેરના પુણાગામમાં પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતા દિલીપ ભાઈ લાલભાઈ કોલડીયા સિલાઈ મશીન તેમજ એમ્બ્રોઇડરી મશીનમાં સાડીઓની ડિઝાઈન બનાવી આપવાનું કામ કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત સાડીના વેપારી તેમજ વરાછા હીરાબાગ પાસે રામનગર સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર પ્રવિણભાઈ વિરાણીની સાથે થઈ હતી. શૈલેષે દિલીપભાઈની પાસે સાડીમાં જોબવર્ક કરાવ્યું હતુ અને તેના કુલ્લે રૂા.૭.૨૭ લાખ આપવાના બાકી નીકળતા હતા.
આ રકમ અંગે શૈલેષે દિલીપભાઈને ચેક આપ્યો હતો પરંતુ અપૂરતા ભંડોળને કારણે ચેક રિટર્ન થયો હતો. જેને લઈને દિલીપભાઈએ વકીલ વિપુલ રૂપારેલીયા મારફતે સુરતની કોર્ટમાં ચેકરિટર્નનો કેસ કર્યો હતો. આકેસ ચાલી જતાં કોર્ટે આરોપી શૈલેષ વિરાણીને તકસીરવાર ઠેરવીને ૧ વર્ષની કેદની સજા તેમજ ચેકની રકમ વળતર સ્વરૂપે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.




