Latest News Tapi : ઉકાઈના ભુરીવેલમાંથી ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે બુટલેગર જયેશ ગામીત ઝડપાયો

તાપી જિલ્લા એલસીબી/ પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમને મળેલ બાતમીના આધારે તા.૧૧મી નારોજ ઉકાઈ તાલુકાના ઉકાઇ ભુરીવેલ ગામે પોસ્ટ ફળીયામાં રહેતા ઈંગ્લીશ દારૂનો જથ્થો સગે વગે કરવાની તૈયારી કરતો હોય તે પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડી બુટલેગર જયેશ વિનોદભાઇ ગામીત નામના શખ્સને ઝડપી પાડી તેની પૂછ પરછ કરી હતી.

દરમિયાન કાચા મકાનમાં તપાસ કરતા ઇગ્લીશદારૂનો જથ્થો અલગ અલગ બનાવટની ઈંગ્લીશ દારૂની નાની મોટી બાટલી/ટીન નંગ- ૧૪૭૭ કુલ કિંમત રૂ.૩,૮૯,૩૩૧/-નો પ્રોહી. મુદ્દામાલ તથા એક નંગ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૩,૯૪,૩૩૧/- નો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો જયારે અન્ય ત્રણ આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ ઉકાઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

error: Content is protected !!