Latest News Palsana : પલસાણાના વણેસા ગામની સીમમાં અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવારનું મોત

સુરતના પલસાણામાં એક ગમખ્વાર ઘટના સામે આવી છે. વણેસા ગામની સીમમાં એક્સપ્રેસ રોડ નીચે સર્વિસ રોડ પર મોડી રાત્રે એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, બારડોલીના ઇસરોલી ગામે રહેતા સાજીદભાઈ પીરમોહંમદ કુરેશી (ઉં.વ.43) ગત તા.14/03/2026ના રોજ સુરત ખાતે રહેતા તેમના ભાઈ મોહસીન કુરેશીના ઘરે ઈદની ખરીદી માટે આવ્યા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે તેઓ પોતાની બર્ગમેન બાઈક નંબર GJ-05-TY-6730 લઈને સુરતથી પરત પોતાના ઘરે ઇસરોલી જવા નીકળ્યા હતા. રાત્રિના આશરે 12:45 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વણેસા ગામની સીમમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સાજીદભાઈની બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં સાજીદભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરોએ સાજીદભાઈને મૃત જાહેર કર્યા હતા.મૃતકના ભાઈ મોહસીન પીરમોહંમદ કુરેશીએ આ મામલે પલસાણા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!