વાંસદા: વાંસદા તાલુકાના બોરીયાછ ગામે જાહેર સ્થળે જુગાર રમાડતા એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.વિગતો પ્રમાણે નવસારી જીલ્લાના વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે બોરીયાછ ગામના નિચલા ફળીયામાં એક શખ્સ મહુડાના ઝાડ નીચે બેસીને હાર-જીતનો વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે રવિવારે બપોરે દરોડો પાડ્યો હતો.પોલીસે સ્થળ પરથી વિનોદભાઇ જીવણભાઇ વાઘીરા (ઉંમર ૩૮, રહે. બોરીયાછ) ને ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા અંગઝડતી દરમિયાન રોકડ રકમ સહિત જુગારની કાપલીઓ મળી આવી હતી.આ મામલે પોલીસે પકડાયેલ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





