ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામના એક શ્રમિક યુવાન સાથે રૂ.1.89 લાખની ઓનલાઈન છેતરપિંડી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દયારામભાઈ પવાર નામના યુવાનના સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી તેની જાણ બહાર અલગ-અલગ તારીખે ટ્રાન્જેક્શન દ્વારા નાણાં ઉપડી ગયા હતા.
ગઈ તા. 21 જાન્યુઆરીના રોજ જ્યારે યુવાન બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે તેના ખાતામાં માત્ર રૂ.610 બાકી હોવાનું જણાયું હતું. તપાસ કરતા માલુમ પડ્યું કે તા. 09/03/2025 થી 01/08/2025 દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે સાયબર ફ્રોડ કરીને કુલ રૂ.1.89 લાખ ઉપાડી લીધા હતા.
નવાઈની વાત એ છે કે ભોગ બનનાર યુવાન ગુગલ પે કે ફોન પે જેવી કોઈ પણ યુપીઆઈ એપનો ઉપયોગ કરતો નથી.આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ડાંગ-આહવા ખાતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





