નવસારીના ધારાગીરીમાં વકીલની મોપેડની ચોરી

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ વધુ એક વાહન ચોરીની ઘટના સામે આવી છે. નવસારીના ધારાગીરી ગામમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા યુવકની કિંમતી મોપેડ રાત્રિના સમયે તેમના ઘરની બહારથી અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

વિગતો અનુસાર ધારાગીરી ગામના ભાઠા ફળિયામાં રહેતા અને રેવન્યુ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા મોહમદ રિયાઝ મોહમદ સાદીક શેખે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧૯/૦૩/૨૦૨૬ના રોજ તેઓ કોર્ટનું કામ પતાવી સાંજે ઘરે પરત ફર્યા હતા. રમઝાન માસ ચાલતો હોય, તેઓ નમાઝ પઢીને રાત્રે ૧૦ વાગ્યે ઘરે આવ્યા હતા અને પોતાની સફેદ કલરની સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ ઘરની બહાર લોક કરીને પાર્ક કરી હતી.  બીજે દિવસે એટલે કે ૨૦ માર્ચની સવારે સાત વાગ્યે જ્યારે ફરિયાદીના પિતા જાગ્યા ત્યારે ઘરની બહાર મોપેડ મળી આવી ન હતી. તપાસ કરતા ઘરની આસપાસ મોપેડની ડેકીમાં રાખેલું ડોક્યુમેન્ટનું ફોલ્ડર જમીન પર પડેલું મળી આવ્યું હતું, પરંતુ વાહન ગાયબ હતું. આસપાસના વિસ્તારો અને હાઈવે પર શોધખોળ કરવા છતાં મોપેડ ન મળતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

error: Content is protected !!