પુણેના સ્ટીલ ઉદ્યોગપતિ અમોલ રાજેન્દ્ર ચમાદાઈને પોતાને ‘આરઝુ બિશ્નોઈ’ તરીકે ઓળખાવનાર અજાણ્યા શખસે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી હતી. ફરિયાદ નોંધાવવા દરમિયાન જ તેમની ફેક્ટરી પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ફુરસુંગી પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી ધમકી અને ગોળીબારની ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. (પીટીઆઈ)





