નવી દિલ્હી:યુવા વર્ગ અને ખાસ કરીને ‘જેન-ઝી’ (Gen-Z) સુધી પોતાની પહોંચ વિસ્તારવા માટે ભારતનું વિદેશ મંત્રાલય હવે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ (Snapchat) પર પણ સક્રિય થઈ ગયું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા ‘X’ પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “હવે અમે સ્નેપચેટ પર પણ છીએ. એક્સક્લુઝિવ સ્ટોરીઝ, અપડેટ્સ અને રસપ્રદ કન્ટેન્ટ મેળવવા માટે અમારી સાથે જોડાઓ. લેટ્સ સ્નેપ.”
ઉલ્લેખનીય છે કે, નીટ (NEET) પેપર લીકના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ સરકાર યુવાનો સાથે સંવાદ સાધવા પ્રયાસો ઝડપી બનાવી રહી છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થયા હતા અને મોડી રાત્રે રીલ/વીડિયો જારી કરીને યુવાનોને સંબોધ્યા હતા. તેમણે પોતાના મંત્રીઓને પણ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થવા સૂચના આપી હતી. જેની કડીરૂપે હવે વિદેશ મંત્રાલય પણ યુવાનોમાં વધુ ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ સ્નેપચેટ પર આવી ગયું છે.





