સુરત : સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ઓલપાડ ટાઉન ખાતે દરોડા પાડી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા મહેન્દ્રભાઈ સોમાભાઈ રાણાને રૂ. ૧૫,૯૫૦/- ના રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી ગોવિંદભાઈ મીઠાભાઈ બારૈયાને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





