અમદાવાદમાં રૂ.3.15 લાખની લાંચ લેતા દંપતી ACBના છટકામાં ઝડપાયું

અમદાવાદ: મકાનના બિનમંજૂર બાંધકામ સામેની કાર્યવાહી અટકાવવાના નામે રૂ.3.25 લાખની લાંચ માંગવાના કેસમાં ACBએ બે આરોપીઓને રૂ.3.15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.ACBના જણાવ્યા મુજબ, ફરિયાદીના મકાનના પ્રથમ માળે થયેલા બાંધકામ અંગે AMC તરફથી બે નોટિસ આપવામાં આવી હતી.

આ કાર્યવાહી અટકાવવા માટે આરોપી શિલ્પાબેન આહિરે AMC અધિકારીઓના નામે રૂ.3 લાખ અને પોતાના માટે રૂ.25 હજાર મળી કુલ રૂ.3.25 લાખની લાંચ માંગી હતી. જેમાંથી રૂ.10 હજાર અગાઉ લીધા હોવાનું જણાવાયું છે.ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી આણંદ ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 19 ઓગસ્ટે સોનીની ચાલી ચાર રસ્તા પાસે આરોપીની વેગનઆર કારમાં રૂ.3.15 લાખની લાંચ સ્વીકારતા શિલ્પાબેન આહિર અને વિજયભાઈ આહિરને ACBએ ઝડપી લીધા હતા. સમગ્ર રૂ.3.15 લાખની રકમ રિકવર કરવામાં આવી છે.ટ્રેપ અધિકારી તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી તથા ટીમે કાર્યવાહી કરી હતી. કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!