ભરૂચમાં ACBનો સપાટો: લાઇસન્સના નામે રૂ.40 હજારની લાંચ લેતા બે અધિકારી ઝડપાયા

ભરૂચ: દવાના નવા હોલસેલ લાઇસન્સની પ્રક્રિયા કરવાના નામે લાંચ માંગનાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ સામે નર્મદા ACBએ સફળ ટ્રેપ ગોઠવી રૂ.40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.ફરિયાદીના દવાના હોલસેલ લાઇસન્સ માટેની પ્રક્રિયા બદલ આરોપી નં.૨ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ રૂ.40થી રૂ.50 હજારની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ACBનો સંપર્ક કરતાં તા.18 ઓગસ્ટે છટકું ગોઠવાયું હતું.છટકા દરમિયાન મદદનીશ કમિશનર પ્રકાશભાઇ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ રૂ.40 હજાર સ્વીકારતાં બંને ઝડપાયા હતા. ACBએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે.સરકારી લાઇસન્સની પ્રક્રિયાને લાંચનો અડ્ડો બનાવવાના આક્ષેપ વચ્ચે થયેલી આ કાર્યવાહીથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ખળભળાટ મચ્યો છે.ટ્રેપિંગ અધિકારી તરીકે નર્મદા ACBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. વસાવાએ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!