Trending News: ઇસરોમાં મોટો ફેરફાર: રોકેટ બનાવવાનું કામ હવે ખાનગી ક્ષેત્રને સોંપાશે

નવી દિલ્હી: ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) હવે રોકેટ, લોન્ચ વ્હિકલ અને અન્ય અંતરિક્ષ સાધનોના ઉત્પાદનથી ધીમે-ધીમે દૂર થઈને સંશોધન, અદ્યતન ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક મિશનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

ઇન-સ્પેસના ચેરમેન ડો. પવન ગોએંકાએ જણાવ્યું કે રોકેટ અને લોન્ચ વ્હિકલના ઉત્પાદનની કામગીરી ખાનગી કંપનીઓને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એસએસએલવીની ટેક્નોલોજી અને ઉત્પાદન અધિકારો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને સોંપાયા છે. આગામી સમયમાં પીએસએલવી અને એલવીએમ-3નું ઉત્પાદન પણ ખાનગી ક્ષેત્રને સોંપવાની યોજના છે.સરકાર નવા લોન્ચ સેન્ટરોના સંચાલનમાં પણ ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા જઈ રહી છે. આ પ્રક્રિયાને આગામી ચારથી પાંચ મહિનામાં અંતિમ સ્વરૂપ આપવાનું આયોજન છે. ભારત હવે એવા કોમર્શિયલ અંતરિક્ષ મોડેલ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં ખાનગી કંપનીઓ પોતાના સેટેલાઇટની માલિકી રાખી શકશે અને ડેટા તથા અંતરિક્ષ સેવાઓનું વ્યાપારીકરણ કરી શકશે.News Source : GS

error: Content is protected !!