ડોલવણ: અન્યની ઇન્સ્ટાગ્રામ આઈડીનો અનધિકૃત ઉપયોગ કરી ફોટાનો દુરુપયોગ તથા ગાળો આપવાના મામલે ડોલવણ પોલીસે બનાસકાંઠાના કુંવારશી ગામના ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીની ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના મોબાઈલમાં અનધિકૃત રીતે ચાલુ કરી તેમાં રહેલા ફોટા સ્ટોરીમાં ઉપયોગ કર્યા હતા. તેમજ ફરિયાદીના મિત્રને અપશબ્દો કહ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે ગુનો નોંધાયો છે. પોલીસની આ કાર્યવાહી સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે કડક સંદેશરૂપ બની છે.





