GSRTC મોબાઇલ બુકિંગમાં નવો રેકોર્ડ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ડિજિટલ સેવાઓને મુસાફરોનો વધતો પ્રતિસાદ મળી રહ્યો છે. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં ૮૮,૬૨૬ મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી, જે નિગમના ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ દૈનિક મોબાઇલ બુકિંગ છે.

અગાઉ ૪ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ૮૫,૨૪૭ અને ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ૮૫,૨૦૫ ટિકિટનું મોબાઇલ બુકિંગ નોંધાયું હતું. મુસાફરોને લાંબી કતારોથી મુક્તિ મળે તે માટે GSRTC દ્વારા ‘GSRTC Ticket Booking’ અને બસનું લાઇવ લોકેશન જાણવા ‘GSRTC Track Live’ જેવી મોબાઇલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

error: Content is protected !!