ભોપાલ: ખાંડના વધતા ભાવ વચ્ચે મધ્યપ્રદેશના મંત્રી અને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી રાજકીય ગરમાવો સર્જાયો છે. તેમણે કહ્યું કે ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાંડથી દૂર રહેવું જોઈએ અને ખાંડ મોંઘી હોય તો બાળકોને જ સસ્તા ભાવે આપવી જોઈએ.
વિજયવર્ગીયે પોતાના નિવેદનને આરોગ્ય સાથે જોડતાં જણાવ્યું કે ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાંડની જગ્યાએ ક્યારેક ગોળનું સેવન કરવું જોઈએ. બીજી તરફ, કોંગ્રેસે આ નિવેદનને મોંઘવારીથી પરેશાન લોકોની મજાક ગણાવી ભાજપ પર પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ આક્ષેપ કર્યો કે મોંઘવારી ઘટાડવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકારના નેતાઓ હવે ખાંડના ભાવ મુદ્દે આવા નિવેદનો કરીને ગરીબોનું અપમાન કરી રહ્યા છે.





