Latest News Tapi: જોબચાર્ટ બહારની કામગીરીના વિરોધમાં ગ્રામસેવકોનું આવેદન

તાપી: ગ્રામસેવકો પાસે જોબચાર્ટ બહારની કામગીરી કરાવવામાં આવતી હોવાના વિરોધમાં ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ગ્રામસેવકોએ ડિજિટલ ક્રોપ સર્વે, ફાર્મર રજીસ્ટ્રી અને પાક કાપણીના અખતરા સહિતની અન્ય કેડરની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.આ ઉપરાંત પ્રમોશન, ઉચ્ચતર પગાર ધોરણ, મોબાઇલ-કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ એલાઉન્સ અને ગ્રામસેવક કેડરને કૃષિ વિભાગના વહીવટી માળખામાં સમાવેશ સહિતની પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. પ્રશ્નોના ઉકેલ માટે ૭ દિવસનું અલ્ટીમેટમ આપતાં મહામંડળે જણાવ્યું કે માંગણીઓ નહીં સંતોષાય તો કાળી પટ્ટી ધારણ કરવાથી લઈ પેન ડાઉન અને અંતે અચોક્કસ મુદતની હડતાળ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજાશે.

error: Content is protected !!