આહવા: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બરડા ગામે એલસીબી અને વઘઈ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે આરોપી હરીભાઈ રડકેશભાઈ રાઠોડના ઘરના પાછળના વાડામાંથી ગાંજાના નાના-મોટા કુલ 10 છોડ મળી કુલ 30.69 કિલો વજનનો ગાંજો, અંદાજે રૂ.15.48 લાખની કિંમતનો, જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની સ્થળ પરથી ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.





