આગામી રવિવારે આકાશમાં જોવા મળશે ભવ્ય પૂનમ: નાસાએ જાહેર કરી ફોટોગ્રાફી માર્ગદર્શિકા

ખગોળપ્રેમીઓ માટે આગામી રવિવાર, ૩૧ મેના રોજ આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ દિવસે પૂર્ણ ચંદ્ર એટલે કે પૂનમની રાત્રિએ ચંદ્ર પોતાના સંપૂર્ણ કળા અને તેજ સાથે આકાશને રોશન કરશે.

જો તમે પણ આ સુંદર ક્ષણને તમારા કેમેરા કે મોબાઈલમાં કેદ કરવા માંગો છો, તો વૈજ્ઞાનિક સંસ્થા ‘નાસા’ (NASA) દ્વારા એક ખાસ ‘લૂનર ફોટોગ્રાફી ગાઈડ’ (ચંદ્રની ફોટોગ્રાફી માટેની માર્ગદર્શિકા) જાહેર કરવામાં આવી છે. આ ગાઈડમાં ચંદ્રના શાનદાર અને સ્પષ્ટ ફોટા કેવી રીતે લેવા, તેની સરળ ટિપ્સ અને ટ્રિક્સ સમજાવવામાં આવી છે.

જે વાંચકો અદભુત તસવીરો લેવા માંગતા હોય તેઓ નાસાની સત્તાવાર વેબસાઈટ (science.nasa.gov/moon/photography) પર જઈને આ ટિપ્સ મેળવી શકે છે.

error: Content is protected !!