ઓસ્ટ્રેલિયા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હંગામી વિઝા નિયમોમાં ફેરફાર કરીને પરિવારને સાથે લાવવાના નિયમો કડક કર્યા છે. નવા નિયમો હેઠળ મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પાર્ટનર અથવા બાળકોને ડિપેન્ડન્ટ તરીકે ઓસ્ટ્રેલિયા લઈ જઈ શકશે નહીં. વધતા માઈગ્રેશન અને હાઉસિંગ પરના દબાણને ઘટાડવાનો સરકારનો હેતુ છે.
જોકે PhD વિદ્યાર્થીઓ માટે અપવાદ રાખવામાં આવ્યો છે અને તેઓ પરિવારને સાથે લઈ જઈ શકશે. ઉપરાંત પેસિફિક તથા ASEAN દેશોના વિદ્યાર્થીઓને કેટલીક વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. આ પ્રાદેશિક રાહતોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારનો આગામી નાણાકીય વર્ષમાં નેટ ઓવરસીઝ માઈગ્રેશન ઘટાડીને ૨.૨૫ લાખ કરવાનો લક્ષ્યાંક છે.





