બાઈક સવાર દંપતીને અકસ્માત નડ્યો

ડોલવણના પદમડુંગરી ગામના બ્રીજથી બોરકચ્છ ફોરેસ્ટ ચોકી વચ્ચે જાહેર રોડ ઉપર અજાણ્યા વાહણ અડફેટે આવતાં બાઈક પર સવાર દંપતીને અકસ્માત નડતા મહિલાનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે બાઈક ચાલકને ઈજા પહોચતા તેમને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામના ધોબી ફળીયામ રહેતા ઉમેદભાઈ પ્રવિણભાઈ ચૌધરી (ઉ.વ.૪૫) તથા તેની પત્ની અનસુયાબેન ઉમેદભાઈ ચૌધરી (ઉ.વ.૪૩) નાઓ સાથે ૦૬-૦૨-૨૦૨૫ નારોજ તેમની હિરો હોન્ડા સ્પેલેન્ડર મોટરસાયક નંબર GJ-19-Q-5014ને લઈ પોતાના ઘરેથી ડોલવણ ખાતે ખ્રિસ્તી સંમેલનમાં આવતા હતા. તે સમયે પદમડુંગરી બ્રિજથી બોરકચ્છ ફોરેસ્ટ ચોકી વચ્ચે જાહેર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને ટકકર મારી રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં અનસુયાબેનને માથામાં કપાળના ભાગે તથા ચહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અનસુયાબેનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જયારે ઉમેદભાઈને માથામાં કપાળના ભાગે ઇજા પહોંચી હતી. બનાવ અંગે અભેસિંગભાઈ ચૌધરી નાએ ડોલવણ પોલીસ મથકે અજાણ્યા વાહણ ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!