સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ જે ચેલમેશ્વરની અધ્યક્ષતા હેઠળની એસઆઈટીએ ગુજરાતના પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતારાને ક્લીન ચીટ આપી છે. ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને ન્યાયમૂર્તિ પી બી વરાલેની બેન્ચે રિપોર્ટને રેકોર્ડમાં લેતાં જણાવ્યું હતું કે પ્રાધિકારીઓએ વનતારામાં અનુપાલન અને નિયામક ઉપાય બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે. આ રિપોર્ટ શુક્રવારે રજૂ કરવામાં આવ્યો હતી અને સર્વોચ્ચ ન્યાયલયે સોમવારે તેને રિવ્યૂ કર્યો હતો.આ અંગે વનતારા કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ સીલબંધ કવરમાં અહેવાલ રજુ કર્યો હતો. જેને એસઆઈટીના વકીલે કોર્ટમાં રજુ કર્યા બાદ તેને રેકોર્ડમાં લેવામાં આવ્યો હતો. આ અંગે અદાલતે જણાવ્યું હતું કે એસઆઈટીએ સીલબંધ કવરમાં અહેવાલ અને એક પેન ડ્રાઈવ જમા કરાવી છે. જેમાં અહેવાલ સામેલ છે. જેનો સ્વીકાર કરવામાં આવે છે.
આ અંગે સમગ્ર વિગતો મુજબ વનતારા અંગે સોશિયલ મીડિયા અને એનજીઓ અને વન્યજીવ સંગઠનોની ફરિયાદના આધારે સુપ્રીમ કોર્ટેમાં બે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વનતારાના અનિયમિતતો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેની બાદ સુપ્રીમ કોર્ટે પૂર્ણ ન્યાયાધીશની અધ્યક્ષતામાં ચાર સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. તેમજ કહ્યું હતું કે આ કેસમાં પ્રતિવાદી નોટીસ આપવાથી કોઈ ફાયદો નહી થાય.સુપ્રીમ કોર્ટે એસઆઈટીને ભારત અને વિદેશમાં પશુઓ તેમાંથી પણ ખાસ કરીને હાથીઓને લાવવા, વન્ય જીવ (સંરક્ષણ)અધિનિયમ અને પ્રાણી સંગ્રહાલય માટે બનાવેલા નિયમોના અમલ, વનસ્પતિઓ અને જીવોની લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના વ્યાપાર પર આંતરરાષ્ટ્રીય સમજૂતી, આયાત -નિકાસના કાયદાઓ જીવિત પશુઓના આયાત -નિકાસના નિયમો સહિત કાયદાકીય જરૂરિયાતનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. તેમજ આ અંગે અહેવાલ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. એસઆઈટીને પશુપાલન, પશુચિકિત્સા સંભાળ, પશુ કલ્યાણ, મૃત્યુદર અને તેના કારણો, આબોહવાની પરિસ્થિતિઓ અંગેની ફરિયાદો અને ઔદ્યોગિક વિસ્તારની નજીકના સ્થાન, વેનિટી અથવા ખાનગી સંગ્રહની રચના, સંવર્ધન, સંરક્ષણ કાર્યક્રમો અને જૈવવિવિધતા સંસાધનોના ઉપયોગ સંબંધિત આરોપોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.





