Latest News: 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ઐતિહાસિક સુધારો, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ‘ટુકડા ધારા-1947’માં કરેલા મહત્વપૂર્ણ સુધારાને રાજ્યપાલશ્રી તેમજ રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મળી છે. આ સુધારા સાથે આઝાદી પછી પ્રથમ વખત 75 વર્ષ જૂના કાયદામાં વ્યાપક ફેરફારો અમલમાં આવશે.

નવી જોગવાઈ મુજબ વર્ષ 1948થી અત્યાર સુધી થયેલા ટુકડા ધારાના તમામ ભંગ કોઈપણ દંડ વિના નિયમિત કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં હવે જમીનના લે-વેચ માટે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ થશે, જેના કારણે સ્થાનિક સ્તરે રહેલી ગૂંચવણો દૂર થશે.

સુધારા અનુસાર શહેરી વિસ્તારોને ટુકડા ધારાની જોગવાઈમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. પરિણામે બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ તેમજ જમીનના વ્યવહારો વધુ ઝડપી અને પારદર્શક બનશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી લાખો ખેડૂતો અને જમીન ધારકોને રાહત મળશે તેમજ જમીન સંબંધિત વિવાદો અને સમય-નાણાંનો વ્યય પણ ઘટશે.

error: Content is protected !!