તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક શ્રી જે.એન.દેસાઇ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે , તાપી LCB ને મોટી સફળતા મળી છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી નિવૃતિ ઉર્ફે આર.એસ. ભીખાજી સોનવણેને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે તાપી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ.ગોહિલ અને શ્રી એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ અને એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે સોનગઢના ગુનામાં વોન્ટેડ આરોપી તેના વતન મહારાષ્ટ્રમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તહારાબાદ ખાતે દરોડો પાડી આરોપીને પકડી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી નિવૃતિ ઉર્ફે આર.એસ. ભીખાજી સોનવણે (ઉ.વ.૪૩, રહે. તહારાબાદ, જી. નાસિક) સોનગઢ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૫ ના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો.એલ.સી.બી. તાપીની ટીમે તારીખ ૨૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે આરોપીની અટકાયત કરી હતી.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. ડી.એસ.ગોહિલ, એન.જી.પાંચાણી, પી.એસ.આઈ. કે.આર.પટેલ, એ.એસ.આઈ. ગણપતસિંહ, ધર્મેશભાઇ તથા કોન્સ્ટેબલ રોનકકુમાર જોડાયા હતા.





