નવી દિલ્હી : નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિંટો રોડ સ્થિત ભારત સરકારના પ્રેસ ભવનમાં એનટીએનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ગોપનીય અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા માટે CISFના ૩૯ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે.( સૌજન્ય)





