નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં જાહેર માર્ગો પર દબાણ કરી ટ્રાફિકને અડચણરૂપ બનતા લારીધારકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આશાપુરી મંદિર સામેના મુખ્ય રોડ પર ખાણી-પીણીની લારીઓ ઉભી રાખી રાહદારીઓ અને વાહનચાલકો માટે મુસીબત ઉભી કરનારા બે વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે શનિવાર સાંજે વિજલપોર પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે જોયું કે આશાપુરી મંદિર પાસે જાહેર રોડ પર ખાણી-પીણીની લારીઓ એવી રીતે ઉભી રાખવામાં આવી હતી કે જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી.
આ પોલીસે દેવેન્દ્ર મુકુન્દીલાલ કુશવાહ કે જેઓ રોડ પર ‘દિલખુશ પાણીપુરી’ની લારી ચલાવે છે. અને શશીકાંત રામચંદ્ર કાલીલ કે જેઓ ‘આલુપુરી ફ્રેન્કી’ની લારી ચલાવે છે.આ બે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.તંત્રની આ કાર્યવાહીથી જાહેર માર્ગો પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





