સાબરકાંઠામાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વડાલીના સગરવાસમાં એક પરિવારના પાંચ સભ્યોએ શનિવારે રાત્રે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આર્થિક સંકળામણના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મોંઘવારી અને બેરોજગારીના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યારે કથળી ગઈ છે. જેથી લોકો દેવું કરવા લાગે છે અને બાદમાં જ્યારે આર્થિક સંકળામણ વધી જાય ત્યારે વડાલીના આ પરિવાર જેમ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય છે. મહત્વના વાત એ છે કે, આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી.
મળતી વિગતો પ્રમાણે પરિવારે ઝેરી દવા પીધી હતી જેથી ઝેરની ગંભીર અસરથી પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા હતા. એક દીકરીની અત્યારે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સામૂહિક આત્મહત્યા બાબતે પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ પોલીસે કુલ બે આરોપીઓ સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.વડાલીના સગરવાસમાં બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા વિનુ સગર ઝુંડાળાએ પત્ની કોકીલાબેન, પુત્રી ક્રિષ્ના ઉર્ફે ભૂમિબહેન અને પુત્ર નિરવ અને નરેન્દ્ર ઉર્ફે શંકરને સાથે સામૂહિત આત્મહત્યાનો પ્રસાય કર્યો હતો. આ પરિવારે શનિવારે વહેલી સવારે જંતુનાશક ઝેરી દવા પીને પરિવાર સાથે સામૂહિક રીતે જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરના કારણે પતિ-પત્ની અને બે બાળકોના મોત થયા હતા. જ્યારે એક દીકરીના હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભદ્રરાજ ચૌહાણ ખાનગી બેંકમાં લોન એજન્ટ તરીકે કામ કરતો હતો અને આ પરિવારને વાંરવાર ધમકીઓ આપતો હતો. જેથી પોલીસે તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.