નિયમ તોડનારા પ્રકાશકો પર ત્રાટક્યું ‘PRGI’નું આકરું પગલું: હજારો સામયિકોના રજિસ્ટ્રેશન રદ!

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની ‘પ્રેસ રજિસ્ટ્રાર જનરલની કચેરી’ (PRGI) દ્વારા વાર્ષિક નિવેદનો (Annual Statements) ન ભરનારા અને નિયમોનું પાલન ન કરનારા પ્રકાશકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા અનેક સામયિકોના રજિસ્ટ્રેશન સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યા છે.

મળતી વિગતો વિગતો અનુસાર જે સામયિકોએ છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી તેમના વાર્ષિક સ્ટેટમેન્ટ જમા કરાવ્યા નહોતા, તેમને અગાઉ ‘નિષ્ક્રિય’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રકાશકોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા માટે 31 ઓક્ટોબર, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેઓ આ સમયમર્યાદામાં નિષ્ફળ રહ્યા, તેમના રજિસ્ટ્રેશન હવે રદ કરવામાં આવ્યા છે. રદ થયેલા સામયિકોની સંપૂર્ણ વિગત પ્રેસ રજિસ્ટ્રારની સત્તાવાર વેબસાઈટ https://prgi.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રદ થયેલા તમામ ટાઈટલ (નામો) હવે ફ્રેશ રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે. જે લોકો નવા અખબાર કે સામયિક શરૂ કરવા માંગતા હોય, તેઓ ‘પ્રેસ સેવા પોર્ટલ’ દ્વારા નવા ટાઈટલ માટે અરજી કરી શકે છે. એકવાર રજિસ્ટ્રેશન રદ થયા પછી, તે જૂના ટાઈટલને ફરીથી કોઈ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં.

error: Content is protected !!