પ્રોફેશનલ અભ્યાસક્રમની ફી વચ્ચે વધારી નહીં શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું છે કે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના પ્રોફેશનલ અભ્યાસક્રમોની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા બાદ વધારી શકાય નહીં. પ્રવેશ સમયે જ સમગ્ર અભ્યાસક્રમની ફી નક્કી હોવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક આયોજન કરી શકે.પશ્ચિમ બંગાળની ડૉ. બી.સી. રૉય એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેક.ના 2023-27 બેચની ફી વધારવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે 16 ઓક્ટોબર 2023ના રોજ ખાનગી પ્રોફેશનલ કોલેજો માટે ફીની નવી મર્યાદા નક્કી કર્યા બાદ કોલેજે વિદ્યાર્થીઓની સેમેસ્ટર ફી વધારી હતી. આ વધારાને વિદ્યાર્થીઓએ કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ફીમાં ફેરફાર માત્ર અસાધારણ સંજોગોમાં જ થઈ શકે છે. કોલેજો પોતાની આયોજનની ખામી કે ખર્ચની ભૂલોને આધારે વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ નાખી શકશે નહીં. ફી નક્કી કરતી સમિતિઓએ પણ વાસ્તવિક ખર્ચ અને ઓડિટ કરેલા આંકડાઓના આધારે સમયસર નિર્ણય લેવો પડશે. ( Courtesy)

error: Content is protected !!