રૂ. 100 કરોડની સંપત્તિ સરકારને દાન કરી દેહદાનનો સંકલ્પ : હમીરપુરના 77 વર્ષીય તબીબ ડૉ. રાજેન્દ્ર કંવરની અનોખી સમાજસેવા

હમીરપુર: હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના 77 વર્ષીય જાણીતા તબીબ ડૉ. રાજેન્દ્ર કંવરે જીવનભરની પોતાની અને સ્વર્ગસ્થ પત્ની કૃષ્ણા કંવરની રૂ. 100 કરોડથી વધુની ચલ-અચલ સંપત્તિ રાજ્ય સરકારને દાન કરી સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5 ઑગસ્ટ, 2026ના રોજ તેમણે ગિફ્ટ ડીડ મારફતે સંપત્તિ સરકારના નામે કરી હતી.

ડૉ. કંવરની સંપત્તિમાં બંગલો, જમીન, દાગીના, કાર, ફર્નિચર અને બેંકમાં જમા રકમનો સમાવેશ થાય છે. તેમની ઇચ્છા છે કે આ સંપત્તિનો ઉપયોગ જરૂરિયાતમંદો માટે થાય અને અહીં વૃદ્ધોની સંભાળ માટે ‘જેરિયાટ્રિક કેર’ સેન્ટર અથવા ઓલ્ડ એજ હોમ બનાવવામાં આવે. આ સંસ્થાનું નામ તેમની સ્વર્ગસ્થ પત્નીની સ્મૃતિમાં ‘કૃષ્ણા રાજેન્દ્ર’ રાખવાની પણ તેમની ઇચ્છા છે.

ડૉ. કંવરે મૃત્યુ બાદ પોતાનો દેહ મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવાનો પણ સંકલ્પ લીધો છે. તેમણે ડૉ. રાધાકૃષ્ણન સરકારી મેડિકલ કૉલેજ, હમીરપુરના એનાટોમી વિભાગને લેખિત મંજૂરી આપી દેહદાનનું આઇડી કાર્ડ મેળવ્યું છે.

1977થી 2010 સુધી 33 વર્ષ સરકારી તબીબ તરીકે સેવા આપનાર ડૉ. કંવર આજે પણ નજીવા દરે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. સંતાનવિહોણા ડૉ. કંવરના આ ત્યાગની મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ પણ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો છે.

error: Content is protected !!