વડોદરાની એમ.એસ યુનિ.માં વિદ્યાર્થીઓનું આંદોલન,પ્રવેશ પ્રક્રિયાને લઈ કરવામાં આવ્યું આંદોલન

વડોદરા : વડોદરામાં એમ.એસ.યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો મુદ્દો વધુ ગરમાયો હતો….યુનિવર્સીટીના પુર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્યો, વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર હાય હાયના સુત્રોચ્ચાર સાથે વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ કરી હતી…સાથે જ .વાઇસ ચાન્સેલર તાનાશાહી કરતા હોવાનો આક્ષેપ પણ કર્યા હતો….ફાઇટ ફોર MSU આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો..વિદ્યાર્છથી સંગઠન દ્વારા એમ.એસ.યુનિવર્સીટીની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફીસ સુધી બેનર પોસ્ટર રેલી યોજવામાં આવી હતી..અને વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી વડોદરાના તમામ વિધાર્થીઓને પ્રવેશ આપવાની  માંગ કરવામાં આવી હતી

error: Content is protected !!