Trending News: ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે; આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સિઝનનો સરેરાશ 68.58 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘરાજા થોડા દિવસ વિરામ લે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ (IMD) મુજબ 3 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને આગામી 6 દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

રાજ્યના જળાશયોની સ્થિતિ મુજબ હાલમાં 34 ડેમ હાઈ એલર્ટ, 8 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ સ્તરે હોવાથી સંબંધિત તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

error: Content is protected !!