નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 5 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 46.50નો ઘટાડો કરી નવી કિંમત રૂ. 762 નક્કી કરી છે. સાથે જ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ સતત બીજા મહિને નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બીજી તરફ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ તહેવારોની સિઝન શરૂ થતાં ડિટર્જન્ટ, સાબુ, વાસણ ધોવાના સાબુ, મીઠું સહિતની દૈનિક વપરાશની અનેક વસ્તુઓના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત રેલવેના તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવા ટોકન નિયમો પણ અમલમાં આવ્યા છે, જેના કારણે રિઝર્વેશન કેન્દ્રો પર ભીડમાં ઘટાડો થવાની આશા છે.





