નવી દિલ્હી: એસ્સેલ ગ્રુપના ચેરમેન અને મીડિયા ઉદ્યોગપતિ સુભાષ ચંદ્રા સામે સીબીઆઈએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICHFL) સાથે આશરે રૂ.1,322 કરોડની કથિત છેતરપિંડી અંગે કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ, 2018માં ક્રેડિટ સુવિધા મેળવતી વખતે ચંદ્રાએ પોતાની નેટવર્થ રૂ.59,113 કરોડ દર્શાવી હતી, જ્યારે 2024માં નેટવર્થ માત્ર રૂ.31.79 કરોડ દર્શાવવામાં આવી હતી.
દરમિયાન, એસ્સેલ ગ્રુપ સંબંધિત વ્યક્તિગત દેવાળિયા અને ધિરાણના મામલે NCLATમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. રી-પેમેન્ટ યોજનાને બહુમતી ન મળતાં અગાઉના સમાધાન આદેશના અમલ સામે મનાઈ ફરમાવવામાં આવી છે. આ બંને કાર્યવાહીથી સુભાષ ચંદ્રાની કાનૂની મુશ્કેલીઓ વધી છે.





