વારાણસી એરપોર્ટ પર પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટતાં બે કર્મચારી ઘાયલ

વારાણસી: લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પિસ્તોલ અને તેના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અચાનક ગોળી છૂટી જતાં બે સ્ટાફ કર્મચારી ઘાયલ થયા હતા. આઝમગઢનો એક મુસાફર એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ જવાનો હતો અને તેણે નિયમ મુજબ પોતાની પિસ્તોલ તથા મેગેઝીન જાહેર કર્યા હતા.

ચકાસણી દરમિયાન ગોળી જમીન સાથે અથડાઈને નજીક ઊભેલા એક પુરુષ કર્મચારીના હાથ અને મહિલા કર્મચારીની જાંઘમાં વાગી હતી. બંનેને તાત્કાલિક હરહુઆની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એરપોર્ટ ડાયરેક્ટર પુનીત ગુપ્તાના જણાવ્યા મુજબ, બંને ઘાયલોની હાલત હાલ સ્થિર છે. ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!