પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ગુજરાતમાં ચાર ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ બનશે

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં ચાર ‘સેન્ટર ઑફ એક્સેલન્સ’ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2026-27 માટે આ કેન્દ્રો માટે રૂ.૨૦ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

નવસારીના વાંસદા તાલુકાના નાની ભમતી, મોરબીના હળવદ, ભાવનગરના શિહોર તાલુકાના વળાવડ અને છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામે આ કેન્દ્રો ઉભા કરાશે. અહીં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે.કેન્દ્રોમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા બાયો-ઇનપુટ્સ બનાવવાની તાલીમ સાથે બિયારણ, રોપા, કટીંગ અને કલમો સહિતની ખેતી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. માટી પરીક્ષણ, કૃષિ ઉત્પાદનની ગુણવત્તા ચકાસણી, મૂલ્યવર્ધન અને પાકની કાપણી બાદની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન મળશે.

ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક અને સહજીવી પાક પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ ખેતર પર જઈને પણ તાલીમ આપવામાં આવશે. સરકારના મતે, આ કેન્દ્રોથી ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનને વધુ સારું બજારમૂલ્ય અપાવવામાં મદદ મળશે.

error: Content is protected !!