મોદીને જન્મદિવસે દેશ-વિદેશમાંથી શુભેચ્છાઓ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ અને રાજદ્વારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં પીએમ મોદીના યોગદાનને બિરદાવ્યું હતું. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મોદીને મિત્ર ગણાવી ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળતાની શુભકામના પાઠવી હતી.ભારતમાં અમેરિકી દૂતાવાસે અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે જાપાનના રાજદૂત ઓનો કેઈચીએ ‘વિકસિત ભારત’ના વિઝન માટે મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી-એસપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી હતી.

error: Content is protected !!