રાહુલ ગાંધી સામે મહિલા પત્રકારની પોલીસ ફરિયાદ, તપાસની માગ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટ પરિસરમાં થયેલી કથિત ઘટનાને લઈને મહિલા પત્રકારે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રિચા પરાશરે આરોપ લગાવ્યો છે કે ગત 12 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી દ્વારા તેમને ખેંચવામાં આવ્યા અને ધક્કો મારવામાં આવ્યો હતો.મહિલા પત્રકારના જણાવ્યા મુજબ, તે સમયે તેઓ આશરે 11 અઠવાડિયાંની ગર્ભવતી હતાં. કથિત ઘટનામાં તેઓ સીડીઓ પર પડી જતાં હાથમાં ઈજા થઈ હતી અને તેમનો મોબાઇલ ફોન પણ નુકસાન પામ્યો હતો. ત્યારબાદ પેટના નીચેના ભાગમાં દુખાવો થતાં તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ફરિયાદીએ સંસદ માર્ગના ડીસીપીને લેખિત રજૂઆત કરીને રાહુલ ગાંધી સહિત અન્ય સંબંધિત લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74, 115(2), 131, 125 અને 3(5) હેઠળ કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ તેમણે નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની અપીલ કરી છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ અને પોલીસ તપાસના પરિણામ અંગેની વિગતો ઉપલબ્ધ નથી. (Courtesy)

error: Content is protected !!