માનવશરીરમાં ૪૯મી બ્લડ ગ્રૂપ સિસ્ટમની શોધ, દુર્લભ દર્દીઓ માટે મોટી રાહત

લંડન: બ્રિટનની NHS Blood and Transplant તથા ઇઝરાયેલની સંસ્થાઓના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમે માનવશરીરમાં નવી ‘JAMA’ (Junctional Adhesion Molecule-A) બ્લડ ગ્રૂપ સિસ્ટમની ઓળખ કરી છે. આંતરરાષ્ટ્રીય સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યૂઝન (ISBT) દ્વારા તેને માનવની ૪૯મી બ્લડ ગ્રૂપ સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે.સંશોધન મુજબ F11R જનીન JAMA પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલું છે. વૈજ્ઞાનિકોએ તેના જેનેટિક અને સેરોલોજિકલ લક્ષણોનું મેપિંગ કરીને નવી બ્લડ ગ્રૂપ સિસ્ટમની પુષ્ટિ કરી છે. આ શોધથી દુર્લભ બ્લડ ગ્રૂપ ધરાવતા દર્દીઓ અને રક્તદાતાઓની ઓળખ વધુ ચોક્કસ રીતે થઈ શકશે તથા રક્ત ટ્રાન્સફ્યૂઝન દરમિયાન અસંગત રક્તને કારણે થતી જટિલતાઓનું જોખમ ઘટાડવામાં મદદ મળશે.

error: Content is protected !!