ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો: તેલંગાણામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિત ૧૩નાં મોત, ૨૬ ઘાયલ

હૈદરાબાદ: તેલંગાણામાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સહિત ૧૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૨૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યના ડીજીપી આનંદના જણાવ્યા અનુસાર, મૃતકોમાં વિસર્જન ડ્યૂટી માટે હૈદરાબાદ આવેલા સબ-ઇન્સ્પેક્ટર વેંકન્નાનો પણ સમાવેશ થાય છે. પટનચેરુમાં છ લોકોનાં મોત થયાં હતાં. ડીજીપીએ જણાવ્યું કે ડીજેના અતિશય ઘોંઘાટને કારણે પણ કેટલીક જાનહાનિ થઈ હતી. આ વર્ષે રાજ્યમાં ગણેશ મૂર્તિઓની નોંધણી વધીને ૧.૨૪ લાખ થઈ હતી, જ્યારે સમગ્ર રાજ્યમાં મૂર્તિઓની સંખ્યા ૩.૫થી ૪ લાખ વચ્ચે હોવાનો અંદાજ છે. (સૌજન્ય)

error: Content is protected !!