આહવા-પૂર્વ રેંજના કંપા નં.129ના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા બોરખેત ગામના ભરતભાઈ નાનુભાઈ નિંબારે, તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને નરેન્દ્રભાઈ નાનુભાઈ નિંબારેને વન વિભાગે રંગેહાથ ઝડપી લીધા હતા.
વન વિભાગની તપાસ દરમિયાન ભરતભાઈના બોરખેત ખાતેના મકાનમાંથી સાગના પાટિયા અને રંધા મશીન મળી આવ્યા હતા. આ ઉપરાંત જંગલમાંથી કાપવામાં આવેલા સાગના વૃક્ષનો 2.354 ઘન મીટર જથ્થો પણ જપ્ત કરાયો હતો. સમગ્ર કાર્યવાહીમાં રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણેય સામે ભારતીય વન અધિનિયમ, 1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દક્ષિણ ડાંગ વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેંજના સ્ટાફે કરી હતી.





